2 Replies to “Satyanveshan – April 2015, Vol. 7, No. 4”

  1. Rational activities got heavy loss this year. Till this year we have piller name of raman pathak which have great suport to build a new rational building of thought.
    I think need creat bank of library where we got legend persin’s rational book photoes videos to knows history of rationalism, thoughts n activities. Its possible to name of ramanbhai. Some books not awailble can convert in e book format.
    Piyush Jadugar

  2. “એક વિચારવા જેવી વાત”
    આજકાલ ગુજરાતમાં એક વા ફૂકાયો છે વાહન પર “જયશ્રી ખોડિયાર મા” “જયશ્રી અંબામા”
    “જયશ્રી આશાપુરામા” “જયશ્રી બહુચરમા” આ જોઇને દેવી ભકતો પર માન થાય એ સાહજીક છે પણ કોકના ભેજાની ઉપજની લીધે લોકો ગાડરિયા પ્રવાહમાં તણાઇને “જયશ્રી ખોડિયાર માં” “જયશ્રી અંબામાં”“જયશ્રી આશાપુરામાં” “જયશ્રી બહુચરમાં”લખાવતા થયા છે.વાત એટલેથી જ નથી અટકતી કેટલાય સાઇન બોર્ડ ઉપર,કેટલાય જાહેર બેનર ઉપર,અરે! ઇવન માતાજીના મંદિર ઉપર પર આવાજ લખાણ જોવા મળે છે એવા વ્હાલા દેવી ભકતોને એટલું જ કહેવાનું કે છેલ્લે લખાયલા મા શબ્દ ઉપર અનુસ્વાર એટલે કે,મીડું હિન્દીમાં આવે ગુજરાતીમાં નહીં.ગુજરાતીમાં મા અને માં શબ્દના અર્થ અલગ થાય છે.આવું લખાવનાર ખાલી ગાડરિયા પ્રવાહમાં તણાયા છે.કોઇકનું લખાવેલું તે લખાવેલનો અર્થ શું થાય એ કદી વિચાર્યા વગર પેલાએ લખાવ્યું તો એ બરાબર હશે એમ સમજી આંધળું અનુસરણ કરી લખાવતા થયા છે.દાખલા તરિકે “જયશ્રી ખોડિયાર માં”નો અર્થ થાય જયશ્રી ખોડિયાર અંદર “જયશ્રી અંબામાં”નો અર્થ થાય જયશ્રી અંબા અંદર,“જયશ્રી આશાપુરામાં”નો અર્થ થાય જયશ્રી આશાપુરા અંદર “જયશ્રી બહુચરમાં”નો અર્થ થાય જયશ્રી બહુચર અંદર આ બધી દેવીઓની અંદર શું? મા નો અર્થ “માતા” થાય પણ માં નો અર્થ “અંદર” થાય એ સમજયા વગર બસ જાતી વણજારમાં જોડાઇ ગયા એ નવાઇની વાત છે.એક સીધો સાદો દાખલો એ સમજવા પુરતો છે.આપણે મા-બાપ લખીએ છીએ માં-બાપ નથી લખતા તો આવી ભુલ શા માટે? અફસોસની વાત એ છે ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે મથતા મહાનુભાવો, ગુજરાતી ભાષા પ્રેમીઓ, ગુજરાતી ભાષાને વિશ્વમાં ફેલવવા માંગતા માંધાતાઓ અથવા ગુજરાતીના કહેવાતા કોઇ સાહિત્ય કારે આ બાબત તરફ ક્યારે લક્ષ કેન્દ્રિત નથી કર્યું નહીંતર આ અનર્થનો ક્યારનો અંત આવી ગયો હોત તમે શું માનો છો અને આ ભુલ સુધાર બાબત કશા નકકર પગલા ભરવામાં સહયોગ આપશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *